રાજ્યમાં EBCનો અંત, તમામ ભરતી જૂના નિયમો પ્રમાણે જ હાથ ધરાશે

8 વર્ષ પેહલા
  • કૉપી લિંક
ગાંધીનગર : આર્થિક રીતે નબળા બિન અનામત વર્ગ માટે 10 ટકા ઇબીસીનો અમલ ગુજરાત સરકારે જે વટહુકમના આધારે કર્યો હતો તે વટહુકમની અવધિ સોમવારે પૂર્ણ થઇ ગઇ છે આ સાથે જ રાજ્યમાં ઈબીસીનો અંત આવ્યો છે. રાજ્ય સરકારે સુપ્રીમમાં મેટર પેન્ડિંગ હોવાથી નવેસરથી વટહુકમ બહાર નહીં પાડવાનો નિર્ણય લીધો છે સાથે જ સરકારી ભરતીઓ પર લગાવેલી રોક દૂર કરીને ભરતી પ્રક્રિયા ઇબીસીને ધ્યાને લીધા વિના અગાઉના જૂના નિયમો પ્રમાણે જ હાથ ધરાશે તેવો નિર્ણય લીધો હતો.

60 હજાર જગ્યાઓ પર ભરતી ઇબીસી વગર થશે

આગામી સમયમાં 60 હજાર ખાલી જગ્યાઓની થનારી ભરતી ઇબીસી વગર કરવાનો માર્ગ મોકળો થયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં ઇબીસીના અમલ માટે રાજ્ય સરકાર સુપ્રીમમાં લડત ચાલુ રાખશે, જીત થશે તો જેટલી ભરતી થઇ હશે તેની 10 ટકા જગ્યા ઇબીસીથી ભરાશે. 10 ટકા ઇબીસી માટે રાજ્યપાલે બહાર પાડેલા વટહુકમની અવધિ પૂર્ણ થવાના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા અન્ય મંત્રીઓની બેઠક યોજાઇ હતી.
રાજ્ય સુપ્રીમમાં લડત શરૂ રાખશે : નિતિન પટેલ

પાટીદાર આંદોલનના પગલે ઇબીસીની જોગવાઇ રાજ્ય સરકાર માટે રાજકીય રીતે પણ મહત્વની છે ત્યારે આ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરાઇ હતી. નીતિન પટેલે કહ્યું કે ઇબીસીનો અમલ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું હતું પરંતુ હાઇકોર્ટમાં ચેલેન્જ થતા વિધાનસભા સત્ર દરમિયાન કાયદો પસાર કરી શકાયો ન હતો. હવે વટહુકમ લેપ્સ થયો છે પરંતુ રાજ્ય સરકારે નવેસરથી વટહુકમ બહાર પાડવાને બદલે સુપ્રીમમાં નિષ્ણાત વકીલો રોકીને ઇબીસીના અમલ માટે લડવાનો મક્કમ નિર્ધાર કર્યો છે.

આગળ વાંચો ઇબીસી ઉમેદવારો, જનરલ પણ ફી માફ
.

    લોકસભા ચૂંટણી 2024

    Today Weather Update

    Our Group Site Links