close

Apr 26, 2024
૧૩ રાજ્યોની ૮૮ બેઠકો પર ૧૨૦૨ ઉમેદવારોનું ભાવિ થશે નક્કીઃ અનેક દિગ્ગજો મેદાનમાં: કેટલાક સ્થળે કતારો લાગી નવી દિલ્હી તા. ર૬: આજે લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. બપોર સુધીમાં સરેરાશ બાવન ટકા જેટલું મતદાન થયું છે. કેટલાક સ્થળોએ લાંબી કતારો પણ જોવા મળી છે. આજે લોકસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ ૧૩ રાજ્યોમાં ૮૮ બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. જે ૮૮ બેઠકો પર મતદાન થઈ રહ્યું ... વધુ વાંચો »

Apr 26, 2024
યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીરઃ તીવ્ર અછત જીનીવા તા. ર૬: સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા તાજેતરમાં ભૂખમરા અંગે જે રિપોર્ટ જાહેર થયો છે, તે મુજબ ર૮ કરોડથી વધુ લોકો દુનિયામાં ભૂખમરાથી પીડાઈ રહ્યા છે. યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ખોરાકની તીવ્ર અછત અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર વર્ષ ર૦ર૩ માં પ૯ દેશોના લગભગ ર૮.ર કરોડ લોકો ભૂખથી પીડાવા માટે મજબૂર બન્યા હતાં. સંયુક્ત રાષ્ટ્રે બુધવારે વૈશ્વિક અન્ન પરિસ્થિતિ અંગે ... વધુ વાંચો »

Apr 26, 2024
મતદાન પછી ૪પ દિવસ સુધી મશીન સુરક્ષિત રખાશેઃ ઉમેદવારના ખર્ચે ચેકીંગ કરાવી શકાશે નવી દિલ્હી તા. ર૬: ઈવીએમનું વીવીપેટ સાથે ૧૦૦ ટકા વેરિફિકેશન કરવા સંબંધિત તમામ અરજીઓ ફગાવી દેતા સુપ્રિમ કોર્ટે ઠરાવ્યું છે કે, મતદાન પછી ૪પ દિવસ સુધી ઈવીએમ સુરક્ષિત રખાશે. ઈવીએમની પાંચ ટકા ચકાસણી અંગે પણ સુપ્રિમ કોર્ટે મહત્ત્વના નિર્દેશો આપ્યા છે. સુપ્રિમ કોર્ટે ઈવીએમ-વીવીપેટને મેચ કરવાની માગ કરતી અરજીઓ પર મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. આ મામલે સુપ્રિમ ... વધુ વાંચો »

Apr 26, 2024
અનુભવી મધ્યસ્થિઓ આપી રહ્યા છે સેવાઃ જામનગર તા. ૨૬: જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ઉજાસ-એક આશાનું કિરણ શિર્ષક હેઠળ વૈવાહિક તકરાર માટે પ્રિ-લીટીગેશન કાયમી લોક અદાલત સ્થાપવામાં આવી છે. જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા વૈવાહિક વિવાદોના નિરાકરણ માટે જામનગરમાં કાયમી પ્રિ- લીટીગેશન લોકઅદાલત શરૂ કરવામાં આવી છે. વૈવાહિક વિવાદોને સૌહાર્દ અને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાના હેતુ અને પરિવારોને મજબુત બનાવવાના ઉદેશથી લોક અદાલત શરૂ કરાઈ છે. વધુ વાંચો »

Apr 26, 2024
નાણાંકીય વર્ષ-ર૦ર૩-ર૪ દરમિયાન દ્વારકા તા. ર૬ : નાણાંકીય વર્ષ ર૦ર૩-ર૪ માં યાત્રાધામ દ્વારકાના વિશ્વપ્રસિદ્ધ દ્વારકાધીશ જગતમંદિરની આશરે ૮૧.પ૦ લાખ જેટલા યાત્રિકોએ મુલાકાત લઈ દર્શન કર્યા હતાં. વર્ષ દરમ્યાન અંદાજે ર૩.૭૮ કરોડની રોકડ ભેટ સ્વરૂપે અર્પણ કરાઈ હતી. આભુષણોમાં આશરે ૧.૭૦ કિલો સોનું તથા પ૦.૬૦ કિલો જેટલી ચાંદી ભાવિકો દ્વારા શ્રીજીના ચરણોમાં અર્પણ કરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા દાયકામાં દ્વારકા યાત્રાધામમાં આવતા ભાવિકોની સંખ્યામાં તેમજ શિવરાજપુુર બીચ તથા અન્ય ટુરીસ્ટ ડેસ્ટીનેશનના માળખાકીય ... વધુ વાંચો »

Apr 26, 2024
સંસદસભ્ય પરિમલભાઈ નથવાણીએ દ્વારકાધીશ મંદિરમાં પૂજા-દર્શન કર્યા દ્વારકા તા. ર૬ : રીલાયન્સ લિ.ના ગ્રુપ પ્રેસિડેન્ટ તથા રાજ્યસભાના સાંસદ તેમજ દેવસ્થાન સમિતિના પૂર્વ ઉપાધ્યક્ષ પરિમલભાઈ નથવાણીએ યાત્રાધામ દ્વારકામાં પધારી દ્વારકાધીશ જગતમંદિરમાં કાળીયા ઠાકોરજીને શીશ ઝુંકાવ્યું હતું. તેમજ ઠાકોરજીની પાદુકાનું પૂજન કર્યું હતું. ત્યારપછી તેઓએ શારદામઠની મુલાકાત લઈ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી સાથે ટૂંકી મુલાકાત કરી સ્વામીજીના આશીર્વાદ મેળવ્યા હતાં. સાંસદ પરિમલભાઈએ પત્રકાર પરિષદ પણ યોજી હતી. જેમાં તેમને પૂર્વમાં દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ તરીકે દ્વારકાધીશ ... વધુ વાંચો »

Apr 26, 2024
ભાજપના ઉમેદવાર પુનમબેન માડમના સમર્થનમાં યોજાયા રોડ શો અને જંગી જાહેર સભા જામજોધપુરમાં વિવિધ સમાજના આગેવાનો, સંસ્થાઓ દ્વારા પૂનમબેન માડમનું ભવ્ય સ્વાગત જામજોધપુર તા. ર૬: લોકસભા ચૂંટણીમાં ૧ર-જામનગર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તથા વર્તમાન સંસદ સભ્ય પૂનમબેન માડમના પ્રચાર-પ્રસારાર્થે તથા સંગઠનના સંકલન કાર્ય માટે જામજોધપુર વિધાનસભા વિસ્તારના ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે પૂનમબેન માડમના સમર્થનમાં જંગી જાહેર સભા તથા રોડ શો પણ ... વધુ વાંચો »

Apr 26, 2024
વેચાણ માટે સાથે રાખ્યાની મળી કબૂલાતઃ જામનગર તા. ૨૬: જામજોધપુરના પાટણ ગામ પાસે ગંગાજળીયા નેસ નજીકથી ગઈરાત્રે બે વાગ્યે પોલીસે એક શખ્સને ગાંજાના ૩૩૦ ગ્રામ જથ્થા સાથે પકડી લીધો છે. આ શખ્સે ગાંજો વેચાણ માટે રાખ્યાની કબૂલાત કરી છે. પોલીસે તેની પૂછપરછ હાથ ધરી છે. જામજોધપુર તાલુકાના પાટણ ગામથી ગંગાજળીયા નેસ તરફ જવાના માર્ગ પર ગઈરાત્રે ગાંજાની હેરાફેરી કરાઈ રહી હોવાની બાતમી મળતા જામજોધપુર પોલીસ સ્ટેશનના પીઆઈ વાય.જે. વાઘેલા તથા ... વધુ વાંચો »

Apr 26, 2024
રૂ. ૪ લાખનું નુકસાન થયું: જામનગર તા. ૨૬: જામજોધપુરના શેઠવડાળા ગામની સીમમાં એક ખેતરમાં આઈશર ઘૂસી જતાં ખેતરની દીવાલ અને ઓરડી પડી ગઈ હતી. ખેતીના કેટલાક સાધનોને પણ નુકસાન થયું હતું. આઈશર ચાલકને ઈજા થઈ હતી. ખેતર માલિકે રૂ. ૪ લાખના નુકસાનની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામ પાસે ખેતર ધરાવતા અને જામનગરમાં લાલપુર બાયપાસ પાસે જિલ્લા પંચાયત કર્મચારીનગરમાં રહેતા સોમાભાઈ મૈયાભાઈ રાઠોડ નામના આસામીના ખેતરની દીવાલ સાથે ... વધુ વાંચો »

Apr 26, 2024
પોતાના ભાઈના જામીન થતાં ન હોવાથી ઉશ્કેરાયોઃ જામનગર તા. ૨૬: જામનગરની સાધનાકોલોની વિસ્તારમાં એક મહિલાને રોકી કુખ્યાત શખ્સે અગાઉ કરેલી ફરિયાદમાં સમાધાન માટે દબાણ કરી ગાળો ભાંડ્યા પછી સમાધાન ન કરો તો તે મહિલાના પુત્રને મારી નાખવાની ધમકી આપી હતી. આ મહિલાએ અગાઉ પોતાની દુકાનમાં ઘૂસી આ શખ્સ તથા તેના ભાઈએ લૂંટ ચલાવ્યાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીના ભાઈના જામીન મંજૂર થતાં ન હોવાથી તેણે ધમકી આપ્યાનું ખૂલ્યું છે. જામનગરના ... વધુ વાંચો »

Apr 26, 2024
રૂપિયા સાડા ત્રણ કરોડની મોટરો પોલીસે રીકવર કરીઃ જામનગર તા. ૨૬: રાજકોટના કેટલાક આસામીઓ પાસેથી મોટર ભાડે મેળવી તેને બારોબાર વેચી નાખી અથવા ગિરવે મૂકી દઈ જામનગર અને રાજકોટના બે શખ્સે ૫૫ મોટર પડાવી લીધાની ફરિયાદ ઉઠી છે. જેમાં પોલીસે બંને આરોપીની ધરપકડ કરી ૪૭ મોટર ઝબ્બે લીધી છે. રાજકોટમાં ખાનગી ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા કેટલાક આસામીઓ પાસેથી સેલ્ફ ડ્રાઈવીંગમાં મોટર ભાડે લઈ જઈ જામનગરના બિલાલશા હસનશા શાહમદાર તથા રાજકોટના આકાશ ... વધુ વાંચો »

Apr 26, 2024
શ્રમિક મહિલાના ચાંદીના દાગીના, મોબાઈલ ચોરાયાઃ જામનગર તા. ૨૬: જામનગરના શંકરટેકરી સુભાષપરામાં બે મકાનમાંથી સોનાનું હીયરીંગ અને રોકડ રકમ ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. જ્યારે ગોકુલનગર પાસે સરકારી સ્કૂલમાં ચાલતા બાંધકામના સ્થળે મજૂરીકામ કરતા એક મહિલાના ચાંદીના દાગીના અને મોબાઈલ ઉપડી ગયા છે. જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા સુભાષ પરામાં શેરી નં.૨માં રહેતા શાહીનાબેન જાવિદભાઈ બ્લોચ નામના મહિલાના મકાનમાં ગઈ તા.૧૪ની રાત્રિથી તા.૧૬ની સવાર સુધીમાં ચોરી થઈ હતી. તેમના મકાનમાં ... વધુ વાંચો »

Apr 26, 2024
એલસીબીએ મુદ્દામાલ કબજે કરી હાથ ધરી પૂછપરછઃ જામનગર તા. ૨૬: જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી એલસીબીએ એક શખ્સને ચાંદીના દાગીના તથા મોબાઈલ સાથે પકડી પાડ્યા પછી પૂછપરછ કરતા તેણે થોડા દિવસ પહેલા રડાર રોડ પર એક શાળાના બાંધકામના સ્થળેથી ચોરી કર્યાની કબૂલાત આપી છે. જામનગરના ગોકુલનગર રડાર રોડ પર ગઈકાલે સ્થાનિક ગુન્હાશોધક શાખાના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં સ્ટાફના મયુદ્દીન, અરજણભાઈ, ધર્મેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે વિજય ચનાભાઈ ચૌહાણ નામના રાવળ શખ્સને ... વધુ વાંચો »

Apr 26, 2024
એક ઓરડીમાંથી પણ બે મોબાઈલ ઉઠાવ્યાની કબૂલાતઃ જામનગર તા. ૨૬: જામનગરના હરિયા કોલેજ રોડ પરથી એલસીબીએ એક શખ્સને અટકાયતમાં લઈ પૂછપરછ કરતા તેણે સુભાષપરામાં બે મકાનમાં હાથફેરો કર્યાની અને દોઢેક મહિના પહેલા ગોકુલનગરમાં એક ઓરડીમાંથી બે મોબાઈલ ઉઠાવ્યાની કબૂલાત કરી છે. એલસીબીએ રૂ. ૭ હજાર રોકડા, સોનાનો દાગીનો અને બે મોબાઈલ કબજે કરી આ શખ્સની ઘનિષ્ઠ પૂછપરછ યથાવત રાખી છે. જામનગરમાં ગઈકાલે સ્થાનિક ગુન્હાશોધક શાખાના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા ... વધુ વાંચો »

Apr 26, 2024
ચેક મુજબની રકમનો દંડ ભરવા આદેશઃ જામનગર તા. ૨૬: લાલપુરના ગલ્લા ગામના એક આસામીએ જામનગરના આસામી સામે રૂ. ર લાખના ચેક પરતની કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં અદાલતે આરોપીને છ મહિનાની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ભરવા હુકમ કર્યાે છે. લાલ૫ુર તાલુકાના ગલ્લા ગામમાં રહેતા દિવ્યરાજસિંહ પ્રવીણસિંહ જાડેજા પાસેથી જામનગરના પ્રકાશભાઈ મોહનભાઈ ચાવડાએ રૂ. ૨ લાખ હાથઉછીના મેળવ્યા હતા. તેની પરત ચુકવણી માટે પ્રકાશભાઈએ ચેક આપ્યો હતો. વધુ વાંચો »

Apr 26, 2024
લાલપુરના પડાણાના ઢોરવાડામાં બન્યો બનાવઃ જામનગર તા. ૨૬: લાલપુર તાલુકાના પડાણામાં એક ઢોરવાડામાં ગઈકાલે સવારે પરપ્રાંતીય યુવાન ઢોરને ચારો નીરતી વખતે છૂટા રહેલા ખુંટીયા બાંધવા જતાં એક ખંુટીયાએ તેઓને ઢીંકે ચઢાવી પછાડ્યા હતા. ગંભીર ઈજા પામેલા આ યુવાનનું ટૂંકી સારવાર પછી મૃત્યુ નિપજ્યું છે. જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા પડાણા ગામ પાસે ઢોરના વાડામાં ગઈકાલે સવારે મૂળ મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના આલોટ તાલુકાના ખાખરખેડા ગામના વતની નેપાલભાઈ ભંવરલાલ નાયક (ઉ.વ.૩૧) નામના યુવાન ... વધુ વાંચો »

Apr 26, 2024
અમરાપરમાંથી દેશી દારૂ પકડાયોઃ જામનગર તા. ૨૬: જામજોધપુરના ઝીણાવારી ગામમાં એક શખ્સના મકાનમાંથી પોલીસે અંગ્રેજી દારૂની નાની મોટી ચાર બોટલ પકડી પાડી છે. જ્યારે અમરાપર ગામમાંથી એક શખ્સ દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો છે. તેણે સપ્લાયરનું નામ પોલીસ સમક્ષ ઓકી નાખ્યું છે. જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામમાં રહેતા રમેશ કરશનભાઈ સોલંકી નામના સગર શખ્સના મકાનમાં બુધવારની રાત્રે જામજોધપુર પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. તે મકાનની તલાશી ... વધુ વાંચો »

Apr 26, 2024
લાલપુરના ખટીયા ગામ પાસે તીનપત્તી રમતા ચાર પકડાયાઃ જામનગર તા. ૨૬: જામજોેધપુરના ધ્રાફા ગામમાં ગઈકાલે સાંજે ગંજીપાના વડે જુગાર રમતા ચાર શખ્સ ઝડપાયા છે. જ્યારે લાલપુરના ખટીયા પાટીયા પાસેથી મોડી રાત્રે ગંજીપાનાનો જુગાર પોલીસે પકડી પાડ્યો છે. પાટણ ગામમાંથી એક વર્લીબાજ  ગિરફતમાં આવ્યો છે. જામજોધ૫ુર તાલુકાના ધ્રાફા ગામમાં સાત વડલા સીમમાં ગઈકાલે સાંજે જુગાર રમાતો હોવાની બાતમી પરથી શેઠવડાળા પોલીસ સ્ટેશનના સ્ટાફે મહિપતસિંહ જાડેજાએ ખેડૂતના ખેતર પાસે ખરાબામાં દરોડો પાડતા ત્યાં એક ઝાડ નીચે ગંજીપાના કૂટતા ચાર શખ્સ મળી આવ્યા હતા. ત્યાંથી સંજયસિંહ ... વધુ વાંચો »

Apr 26, 2024
પુરવણી બીલની ત્રણ ગણી રકમનો ફટકારાયો દંડઃ જામનગર તા. ૨૬: જામનગરના દરેડના મસીતિયા રોડ પર આરઓ પ્લાન્ટમાં સાડા ચાર વર્ષ પહેલાં કરાયેલા વીજ ચેકીંગમાં પ્લાન્ટના સંચાલક સામે વીજચોરીનો આક્ષેપ મુકાયો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે વીજચોરી પુરવાર માની આ આસામીને એક વર્ષની કેદની સજા અને રૂ. ૨,૬૭,૧૫૯નો દંડ ભરવા આદેશ કર્યાે છે. જામનગરના દરેડથી મસીતીયા રોડ પર ગઈ તા.૧-૧૧-૧૯ના દિને વીજ કંપનીની ચેકીંગ ટૂકડીએ હાથ ધરેલી કાર્યવાહીમાં ત્યાં આરઓ ... વધુ વાંચો »

Apr 26, 2024
આરોપી પક્ષ દ્વારા કરાયેલી દલીલો ગ્રાહ્યઃ જામનગર તા. ૨૬: જામનગરના એક યુવતીએ પતિ, સાસુ, નણંદ, જેઠ સામે ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે લગ્ન વખતે પતિની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હોવાનું તપાસમાં શોધી કાઢ્યા પછી પતિ સામે બાળ અદાલતમાં અને બાકીના ત્રણ આરોપી સામે ચીફ કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું. તે કેસ ચાલી જતાં ચીફ કોર્ટે ત્રણેય આરોપીનો છૂટકારો કર્યાે છે. જામનગરના અંજલીબેન ટાંકે પોલીસમાં સાસુ જમનાબેન વલ્લભભાઈ ટાંક, નણંદ ખુશાલી ટાંક, જેઠ શ્રીધર ટાંક સામે ત્રાસ આપ્યાની ઘરમાંથી કાઢી મુક્યાની પોલીસમાં ફરિયાદ ... વધુ વાંચો »

Apr 26, 2024
તાળા તોડ્યા વગર થઈ ચોરીઃ જામનગર તા. ૨૬: ખંભાળિયાના શક્તિનગરમાં આવેલી એક શાળાની કચેરીમાંથી બે લેપટોપ ચોરાઈ ગયા છે. શાળાના કર્મચારીએ કચેરીના કબાટના તાળા તૂટ્યા વગર જ ચોરી થઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં બેલાવાડીમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ગઈ તા.૮ એપ્રિલના દિને ચોરી થઈ છે. તે શાળાની કચેરીમાં રાખવામાં આવેલા કબાટને કોઈ શખ્સે ખોલી નાખ્યો હતો. તે મકાનમાંથી રૂ. ૧ લાખની કિંમતના બે ... વધુ વાંચો »

Apr 26, 2024
અગાઉની માથાકૂટના કારણે જામનગર તા. ૨૬: જામનગરના સિક્કા ગામના એક યુવાન પર મહિલા સહિત ચાર વ્યક્તિએ હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. તે કેસ ચાલી જતા અદાલતે આરોપીઓનો છૂટકારો કર્યાે છે. જામનગર તાલુકાના સિક્કા ગામના હસન અબ્દુલ કમોરા સાથે ઈમરાન જાકુબ હુંદડાને અગાઉ બોલાચાલી થઈ હતી. તેનો ખાર રાખી ગઈ તા.૨-૪-૨૩ના દિને ઈમરાન પર હુમલો કરી હસન અબ્દુલ કમોરા, એજાઝ અબ્દુલ, નવાઝ અબ્દુલ કમોરા, ઝરીનાબેન અબ્દુલે હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. વધુ વાંચો »

Apr 26, 2024
નગરના યુવાને નોંધાવી ફરિયાદઃ જામનગર તા. ૨૬: જામનગરના રણજીતસાગર રોડ પર એક કોમ્પલેક્ષમાં રહેતા યુવાનનો રૂ. ૨૦ હજારનો મોબાઈલ કોઈ શખ્સ રાત્રિના સમયે ઉઠાવી ગયો છે. જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા ગ્રીન એવન્યુમાં રહેતા મૂળ આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગરના અવિનાશ અરવિંદગીરી ગોસ્વામી નામના યુવાન ગયા મંગળવારે રાત્રે પોતાના રહેણાંકમાં નિદ્રાધીન હતા. આ વેળાએ તેમનો સેમસંગ કંપનીનો રૂ. ૨૦ હજારની કિંમતનો મોબાઈલ કોઈ શખ્સ સેરવી ગયો હતો. ... વધુ વાંચો »

Apr 26, 2024
બપોરે ગરમી તો રાત્રિના ઠંડકનો અનુભવઃ જામનગર તા. ર૬: જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩પ.પ ડીગ્રી નોંધાયું હતું. જામનગરમાં તેજીલા વાયરાઓ વચ્ચે મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે. સાંજથી લઈને સવાર સુધી ઠંડક તો બપોરે ગરમી પડી રહી છે. નગરમાં તાપમાનમાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન અડધો ડીગ્રી વધીને મહત્તમ તાપમાન ૩પ.પ ડીગ્રી જ્યારે અડધો ... વધુ વાંચો »

Apr 26, 2024
મતદાન-ચૂંટણી એજન્ટ, ઉમેદવાર-મતદારોને જામનગર તા. ર૬ : લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ માટેનું મતદાન તા.૭-પ-ર૪ ના યોજાનાર છે. મતદાનના દિવસે મતદારોના મતની ગુપ્તતા જળવાઈ રહે, મતદાનની પ્રક્રિયામાં કોઈ અવરોધ ઊભો ન થાય તથા જાહેર સલામતી જળવાઈ રહે તે માટે મતદાન મથકની અંદર મોબાઈલ ફોન જેવા ઉપકરણો સાથે પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એન. ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ જામનગર જિલ્લામાં નક્કી થયેલા મતદાન મથકોમાં ... વધુ વાંચો »

Apr 26, 2024
જિલ્લા આ૫ત્તિ વ્યવસ્થાપન કેન્દ્રની ગાઈડલાઈન્સ જામનગર તા. ર૬: જામનગર જિલ્લાના નાગરિકો ભારતીય હવામાન વિભાગ દ્વારા નિર્મિત એપ્લિકેશનનો ઉપયોગ કરીને હવામાનને લગતી તમામ જાણકારી મેળવી શકશે. હીટવેવ, વીજળી, વાવાઝોડા, અતિવૃષ્ટિ વગેરે કુદરતી આપત્તિ વિષે જાણકારી ઉપલબ્ધ બનશે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) દ્વારા મૌસમ એપ, દામિની એપ, મેઘદૂત એગ્રો એપ અને પબ્લિક ઓબઝર્વેશન એપ જેવા હવામાન ચેતવણી અંગેની એપ્લિકેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. સમગ્ર જામનગર જિલ્લાના નાગરિકો આ પ્લેટફોર્મનો મહત્તમ પ્રમાણમાં ઉપયોગ કરે તે હેતુથી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી ... વધુ વાંચો »

Apr 26, 2024
બેડેશ્વર આરોગ્ય કેન્દ્ર દ્વારા જામનગર તા. ર૬: જામનગર મહાનગરપાલિકા હસ્તકના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંદર રોડ જામનગરના કર્મચારીઓએ એક યુવાનનો બ્લડ ગ્રુપનો રિપોર્ટ ખોટો આપ્યો હતો. આ અંગે જવાબદારો સામે પગલાં લેવાની માંગ સાથે મ્યુનિ. કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. બેડેશ્વર-ધરારનગર-૧ માં રહેતા ધ્રુવલ વી. જોષીએ મહાનગરપાલિકા સંચાલિત બેડેશ્વર આરોગ્ય કેન્દ્રમાં પોતાના બ્લડ ગ્રુપ જાણવા માટે રિપોર્ટ કરાવ્યો હતો જેમાં તેને 'એ' નેગેટીવ બ્લડ ગ્રુપ હોવાનો લેખિત રિપોર્ટ આપવામાં આવ્યો છે. વધુ વાંચો »

Apr 26, 2024
સંબંધિત કર્મચારી સામે મ્યુનિ. કમિશનરને રાવ જામનગર તા. ર૬ : જામનગર મહાનગરપાલિકાના બદલી કામદારો મહાનગર પાલિકાના કર્મચારી ગણાય નહીં તેવો જવાબ આપી એનઓસી આપવાની ના પાડવામાં આવતા જવાબદાર અધિકારી સાથે પગલા લેવાની માંગ સામે મ્યુનિ. કમિશનર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. જામનગર જિલ્લા સફાઈ કામદાર યુનિયનના પ્રેમજીભાઈ બાબરીયાએ આ રજુઆતમાં જણાવ્યું છે કે, જામનગર જિલ્લા સફાઈ કામદાર યુનિયન બે ટ્રેડ યુનિયન છે અને સફાઈ કામદારોનું પ્રતિનિધિત્વ કરે છે. વધુ વાંચો »

Apr 26, 2024
મિલકત જપ્તીનો મુદ્દો જામનગર તા. ર૬ : ભારતમાં કોઈને કોઈ રાજ્યની વિધાનસભાની ચૂંટણી હોય કે પછી સમયાંતરે યોજાઈ રહેલી લોકસભાની ચુંટણી હોય, ભારતીય જનતા પક્ષના પ્રચારમાં કોંગ્રેસ શાસનની નિષ્ફળતા, ભ્રષ્ટાચાર, વિકાસનો અભાવ ના મુદ્દાઓ સાથે કોંગ્રેસ વિરૂદ્ધ જ પ્રચાર થતો આવ્યો છે, અને તેમાં ભાજપને કેટલાક રાજ્યોમાં અને ખાસ કરીને ર૦૧૪ અને ર૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવવામાં સફળતા પણ મળી છે. ભારતને ભ્રષ્ટાચાર મુકત કરવાના મુદ્દાનું તો જે થયું હોય તે થાય, પણ ભાજપનું ભારતને કોંગ્રેસ મુકત કરવાનું મિશન અને ... વધુ વાંચો »

Apr 26, 2024
નબળા પડેલા હયાત ટ્રેકની જગ્યાએ મનપા દ્વારા જામનગર તા. ર૬: જામનગરમાં કરોડો રૂપિયાના ખર્ચે તળાવની પાળનો વિકાસ કરવામાં આવ્યો હતો, જ્યાં હૈયાત જોગીંગ ટ્રેક નબળો પડતા હવે રૂપિયા ૧ કરોડ ૪૦ લાખના ખર્ચે નવો જોગીંગ ટ્રેક પાથરવામાં આવનાર છે. આ માટે ગતિવિધિ ચાલી રહી છે. જામનગરની મધ્યમાં આવેલ તળાવની પાળનો આશરે ૪૦ કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવ્યો હતો. વર્ષ ર૦૧પ માં આ તળાવનું લોકાર્પણ થયા પછી નવ વર્ષ પૂર્ણ થતા હૈયાત રનિંગ જોગીંગ ટ્રેક જે ૩ મીટર પહોળો અને ૧.૮ કિ.મી. લંબાઈનો ... વધુ વાંચો »

Apr 26, 2024
શરીરની આંતરિક તપાસ પણ કરી અપાશે જામનગર તા. ર૬: ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટમાં વર્લ્ડ ઓફ વૈભવના સહયોગથી સંપૂર્ણ આંતરિક શરીરની નિઃશુલ્ક તપાસ સાથે ફિઝીયોથેરાપી કેમ્પ તા. ર૮ એપ્રિલ ર૦ર૪ ને રવિવારે સવારે ૯-૩૦વાગ્યેે યોજાશે. આ કેમ્પમાં આપના શરીરની આંતરિક તપાસ કરી આપવામાં આવશે. જેમાં વજન અને ઊંચાઈ, બીએમઆઈ, શરીરમાં ચરબીનું પ્રમાણ, ચરબી વિના શરીરનું વજન, સ્નાયુમાં ચરબીનું પ્રમાણ, વિસરલ ફેટ, પ્રોટીન, શરીરમાં પાણીની માત્રા, શરીરની ઉંમર, ઓબેસિટી લેવલ, વજન કેટલું ... વધુ વાંચો »

Apr 26, 2024
જામનગર જિલ્લામાં હુકમો જાહેર કરાયા જામનગર તા. ર૬: લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ માટેનું મતદાન જામનગર જિલ્લામાં ૭-પ-ર૪ ના થનાર છે. મતદાનના દિવસે મતદાન મથકની આજુબાજુના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તથા મતદારો શાંતિપૂર્વક મતદાન કરી શકે તે હેતુથી મતદાન મથકથી ૧૦૦ મીટરની ત્રિજ્યામાં એકઠા થવા પર પ્રતિબંધ મુકવો જરૂરી જણાય છે. તેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એન.ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રતિબંધાત્મક ... વધુ વાંચો »

Apr 26, 2024
ભૂતવડ દાદા મંદિરના સાનિધ્યમાં ભાણવડ તા. ર૬: ગૌમાતાના રક્ષણ માટે શહીદી વ્હોરી લેનાર વીર માંગડાવાળાની પુણ્ય તિથિની આસ્થાભેર ઉજવણી ભાણવડ પંથકમાં ભૂતવડદાદા મંદિરના સાનિધ્યમાં કરવામાં આવી હતી. આ ઉપરાંત ઉજવણી અંતર્ગત હવન યોજાયો હતો. ત્યારપછી સાંજે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ભાણવડ વિસ્તાર તથા અન્ય સ્થળેથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતાં. રાત્રે હમીરભાઈ ગઢવી, સાગરદાન ગઢવી, ગગન જેઠવા, સચીન બારોટ, સિદ્ધાર્થ આહિર વગેરે કલાકારો ... વધુ વાંચો »

Apr 26, 2024
ચૂંટણીનું મહાપર્વ : મારો મત મારો અધિકાર જામનગર તા. ર૬: લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ અંતર્ગત જામનગર જિલ્લામાં મતદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ લોકો મતદાન કરી ચૂંટણીના મહાપર્વમાં સહભાગી થાય તે પ્રકારે મતદાન જાગૃતિ લાવવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર બી.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા કામગીરી કરાઈ રહી છે. ત્યારે જામનગરની ડી.કે.વી. આર્ટસ, એન્ડ સાયન્સ કોલેજની વિદ્યાર્થિની ફિઝા માડકીયાને ૧૮ વર્ષ થતાં પ્રથમ વખત મતદાન કરી ... વધુ વાંચો »

Apr 26, 2024
વિશ્વ આરોગ્ય દિનની ઉજવણીના ભાગરૂપે જામનગર તા. ર૬: જામનગરમાં મેલેરિયા દિનની ઉજવણી કરવામાં આવી હતી. તાજેતરમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘરે ઘરે સર્વેક્ષણ કરવામાં આવતા પ૬૮ તાવના કેસ મળી આવ્યા હતાં. જામનગર મહાનગર પાલિકાની આરોગ્ય શાખા દ્વારા રપ એપ્રિલના વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો, જે નિમિત્તે તા. રર થી ર૪ એપ્રિલ સુધી ઘરે ઘરે સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ૩૮,૮૧૦ ઘરોની મુલાકાત કરવામાં આવી હતી. ... વધુ વાંચો »

Apr 26, 2024
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે દ્વારકા તા. ર૬ : યાત્રાધામ દ્વારકામાં નાગેશ્વર રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ આશ્રમમાં વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે દેવભૂમિ દ્વારકામાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ આદિ દેવોના પ્રથમ વાર્ષિક પાટોત્સવ નિમિત્તે તા. ર૬-પ-ર૦ર૪ ને રવિવારથી તા. ૩૦-પ-ર૦ર૪ ને ગુરૂવાર સુધી સત્સંગિજીવન પંચાન્હ પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાના પ્રેરક તથા સંસ્થાપક ગોવિંદપ્રસાદદાસજી સ્વામીના માર્ગદર્શનમાં યોજાનાર પંચાન્હ પારાયણ કથામાં દરરોજ સવારે ૯ થી ૧૧-૩૦ તથા બપોરે ૩ થી ૬ ... વધુ વાંચો »

Apr 26, 2024
૫દ્મવિભુષણ એવોર્ડથી નવાજીત રાજકોટ તા. ૨૬: તાજેતરમાં જ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહની પ્રેરક હાજરીમાં રાષ્ટ્રપતિના હસ્તે ડૉ. જગદીશ ત્રિવેદીને પદ્મવિભુષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતાં. તેઓ આ સન્માન પ્રાપ્ત કરી દિલ્હીથી ભાવનગર બુધાભાઈ પટેલના ઘેર મહેમાન બન્યા હતાં. ગુરૂવારના સવારે ૧૦ વાગ્યે નાદુરસ્ત તબિયત હોવા છતાં ગ્રીનસિટી સંસ્થાને પ્રોત્સાહીત કરવા વૈદ્ય રસીકભાઈ શેઠ માર્ગ ૫ર વૃક્ષારોપણ કર્યું હતું અને તેઓએ જણાવ્યું હતું કે એવોર્ડ મળ્યા પછી તુરંત જ મને વૃક્ષારોપણ ... વધુ વાંચો »

Apr 26, 2024
ખંભાળીયા તા. ર૬ : સમગ્ર ગુજરાતમાં રાજપૂતો દ્વારા પુરૂષોત્તમ રૂપાલાએ કરેલા વિવાદી ભાષણ તથા તેમણે ઉમેદવારી પરત નહીં ખેંચતા શરૂ થયેલ આંદોલન ર.૦ ના અનુસંધાને દ્વારકામાંથી ધર્મરથ સાથે રાજપૂતો દ્વારા વિરોધ થયો છે. જે રથ તેમાં જોડાયેલા મોટી સંખ્યામાં રાજપૂત યુવાનો સાથે ભાટીયા થઈ ખંભાળીયા પહોંચ્યો હતો. જ્યાં સંકલન સમિતિના સંજયસિંહ ચુડાસમા દ્વારા પ્રવચન કરાયું હતું. રાજપૂત સમાજ વાડીમાં 'જય ભવાની ભાજપ જવાની' ના નારા પોકારાયા હતાં. અગ્રણી સંજયસિંહે જણાવેલ કે ભાજપ ધારત ... વધુ વાંચો »

Apr 26, 2024
જામજોધપુર-લાલપુર તાલુકાના ગામડાઓમાં ડો. આંબેડકર જન્મજયંતી ઉજવવામાં આવી હતી. ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ લાલપુર તાલુકાના ટેભડા, જામજોધપુર તાલુકાના મોટા વડીયા, મોટી ગોપ, જામવાડીમાં હાજરી આપી ડો. આંબેડકરની છબીને ફૂલહાર કર્યા હતાં.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર વધુ વાંચો »

Apr 26, 2024
બેનરો, પોષ્ટરો લગાવી અવશ્ય મતદાન કરાવવા સંદેશ અપાયો લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ અન્વયે ૧ર જામનગર લોકસભા મતવિસ્તારમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર બી.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના મતદારો મતદાનની નૈતિક ફરજ અચૂક નિભાવી મહત્તમ મતદાન કરે તે માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જામજોધપુરની શ્રી સર્વોદય કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી અમૃતબેન વાલજીભાઈ દામજીભાઈ સવજાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત મતદાન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના દરેક ... વધુ વાંચો »

Apr 26, 2024
જામનગર જિલ્લા ચૂંટણી અધિકારીનો સોશ્યલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ સાથે સંવાદઃ જામનગર તા. ર૬: જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી.કે. પંડ્યાએ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ સાથે મતદાન જાગૃતિલક્ષી સંવાદ કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમો થકી મતદાન જાગૃતિલક્ષી સંદેશાઓ શેર કરી જામનગરવાસીઓને મતદાન કરવાની સાથે અન્ય લોકોને પણ મતદાન કરાવવાની લોકોને અપીલ કરી હતી. લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ અંતર્ગત જામનગર જિલ્લાના લોકોમાં મતદાન જાગૃતિ લાવવાના હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી.કે. ... વધુ વાંચો »

Apr 26, 2024
એનિમલ લવર્સ સંસ્થા દ્વારા સેવાપ્રવૃત્તિઃ ખંભાળીયા તા. ર૭ : ભાણવડમાં તરછોડાયેલા, અશકત બળદો માટે એનીમલ લવર્સ સંસ્થા દ્વારા ૮૦ બળદોને આશ્રય આપી ચારો, પાણી, છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ ઉનાળાની સીઝન હોય સંસ્થા દ્વારા એક હજાર કિલો તરબૂચ લાવીને નિરાધાર બળદોને ખવડાવવામાં આવ્યા હતાં. ભાણવડ તથા ખંભાળીયા પંથકમાં તરછોડાયેલા બળદો માટે શીવ બળદ આશ્રમના નામે સંસ્થા દ્વારા સેવાકાર્ય ચાલે છે. સંસ્થા દ્વારા ફંડ-દાન મેળવવા દુકાનો-હોટલો પર દાન પેટી મુકવામાં આવી છે. જેમાં ... વધુ વાંચો »

Apr 26, 2024
ખંભાળીયા તા. ર૬ : તાજેતરમાં ખંભાળીયા તાલુકાના સોઢા તરઘડી ગામે મકાનની છત પર ત્રીજે માળે ટીટોડીએ ત્રણ ઈંડા મુકતા ગ્રામ્ય પંથકમાં ભારે કુતૂહલ સાથે સારા અતિ સારા વરસાદની શકયતા થઈ છે. અગાઉ ખંભાળીયાની જીવીજે હાઈસ્કૂલના ત્રીજે માળે ટીટોડીયે ઈંડા મુકતા તે વર્ષે ચોમાસામાં ૬પ ઈંચ વરસાદ પડ્યો હતો. જો કે ટીટોડીના ઈંડાની એ પણ ખાસીયત છે કે માણસ ઈંડાને સ્પર્શ કરે તો તેનાથી બચ્ચું આવતું નથી અને તે ઈંડું ટીટોડી પથ્થર પર નાખી તોડી નાખે છે.   વધુ વાંચો »

Apr 26, 2024
રાજકોટના બજરંગ ગ્રુપ દ્વારા રાજકોટ તા. ર૬ : બજરંગ ગ્રુપ-રાજકોટ દ્વારા રઘુવંશીઓ માટે પ્રથમ પરિચય પસંદગી સમારોહ તા. ૧ર-પ ને રવિવારે બપોરે ર થી સાંજના ૭ વાગ્યા દરમિયાન હેમુ ગઢવી હોલ, ટાગોર માર્ગ, રાજકોટમાં યોજવામાં આવ્યો છે. આ નિઃશુલ્ક સમારોહના ફોર્મ મેળવવા માટે મનોજભાઈ અમલાણી (મો. ૯૮ર૪૪ પ૧૭૧૮), કુરજી વાલજી એન્ડ કાં. ગ્રેઈન માર્કેટ, જામનગર અથવા રમેશભાઈ દતાણી (મો. ૯૮ર૪૮ ૦ર૧રર), જામનગરનો સંપર્ક કરવો.   જો  વધુ વાંચો »

Apr 26, 2024
સ્થાનિક /  વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો....   પૂર્વ એશિયાની અનિશ્ચિતતાઓ યથાવત રહેતા આગામી સમયમાં ક્રૂડના ભાવ વધવાની તેમજ મોંઘવારી વધવાની ભીતી વચ્ચે વૈશ્વિક બજારોની સુધારા તરફી ચાલ અને સ્થાનીક સ્તરે કોર્પોરેટ પરિણામોની સાનુકૂળ જાહેરાત પાછળ આજે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં સુધારા તરફી ચાલ જળવાઈ રહી હતી. કોર્પોરેટ પરિણામોની જાહેરાત સાથે વૈશ્વિક બજારની તેજી પાછળ ભારતીય શેરબજારમાં પણ આજે છઠ્ઠા દિવસે સુધારાની ચાલ જળવાતા બજાર પોઝિટીવ ઝોનમાં કારોબાર કરી રહ્યું હતું. ગત ચાર દિવસમાં બીએસઈ સેન્સેકસમાં અંદાજીત ૧૮૫૦ પોઇન્ટનો ઉછાળો નોંધાયો છે. જયારે ચાર દિવસમાં રોકાણકારોની સંપતિમાં અંદાજીત રૂ. ૧૦ લાખ કરોડથી વધુનો વધારો થયો છે. વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ... વધુ વાંચો »

Apr 26, 2024
લોકસભાની ચૂંટણીનો પહેલો તબક્કો પૂરો થયો અને ચૂંટણી પ્રચારના મુદ્દા બદલી ગયા. પહેલા તબક્કાના ચૂંટણી પ્રચારમાં એનડીએ તરફથી મોદી સરકારના દસ વર્ષના સમયગાળાની સિદ્ધિઓ યોજનાઓ અને સર્જીકલસ્ટ્રાઈક એરસ્ટ્રાઈક, ઈકોનોમી અને વિશ્વમાં ભારતની વધેલી વિશ્વનિયતા વગેરેના ગુણગાન ગવાઈ રહ્યા હતા, જ્યારે ઈન્ડિયા ગઠબંધન તથા અન્ય વિપક્ષી નેતાઓ મોદી સરકાર પર તાનાશાહી, કેન્દ્રીય તપાસ એજન્સીઓને દુરૂપયોગ, બદલાની ભાવના, શામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવવાના આક્ષેપો લગાવીને બેરોજગારી, મોંઘવારી તથા ખેડૂતોને લગતા પ્રશ્નો ઉઠાવાઈ રહ્યા હતાં. પ્રથમ તબક્કામાં ગત ચૂંટણી કરતા ઓછું મતદાન થતા જ બન્ને તરફથી ચૂંટણી પ્રચારના મુદ્દા જ બદલી ગયા. કોંગ્રેસે તેમના ચૂંટણી ઢંઢેરા (ન્યાયપત્ર)માં પાંચ ન્યાય અને રપ ગેરંટીના જે વાયદા કર્યા, તેને ... વધુ વાંચો »

Apr 26, 2024
ટી.એન. શેષન પોતે ગાંધીનગરમાં લોકસભાની ચૂંટણી હારી ગયા હતા!: છટકબારીના નિષ્ણાતો હવે ચૂંટણી પદ્ધતિમાં પણ છીંડા પાડી ચૂક્યા છે જેના લગ્ન હોય તેના ગીત ગવાય. આ આપણી પ્રાચીન ઉક્તિ છે. આપણે પણ ચૂંટણી ચાલે છે એટલે ચૂંટણીના જ ગીતો ગાઈએ તે સમયોચિત્ત ગણાશે. ચૂંટણી વિષય ઉપર ઘણું લખી શકાય તેમ છે. મારા મતે તો પીએચ. ડી. જેટલો મહાનિબંધ લખી શકાય. કોઈએ ચૂંટણી ઉપર આ ડિગ્રી માટે મહાનિબંધ લખ્યો છે કે નહીં? તેની કોઈ વિગતો હાલમાં મારી પાસે ઉપલબ્ધ નથી. જો તમારા કોઇની જાણમાં હોય તો શેર કરજો. ભારતમાં ૧૯૪૯થી નાની મોટી ચૂંટણીઓ યોજાય ... વધુ વાંચો »

Apr 26, 2024
પુરવણી બીલની ત્રણ ગણી રકમનો ફટકારાયો દંડઃ જામનગર તા. ૨૬: જામનગરના દરેડના મસીતિયા રોડ પર આરઓ પ્લાન્ટમાં સાડા ચાર વર્ષ પહેલાં કરાયેલા વીજ ચેકીંગમાં પ્લાન્ટના સંચાલક સામે વીજચોરીનો આક્ષેપ મુકાયો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે વીજચોરી પુરવાર માની આ આસામીને એક વર્ષની કેદની સજા અને રૂ. ૨,૬૭,૧૫૯નો દંડ ભરવા આદેશ કર્યાે છે. જામનગરના દરેડથી મસીતીયા રોડ પર ગઈ તા.૧-૧૧-૧૯ના દિને વીજ કંપનીની ચેકીંગ ટૂકડીએ હાથ ધરેલી કાર્યવાહીમાં ત્યાં આરઓ પ્લાન્ટ ધરાવતા નિલેશ ભીખાભાઈને ત્યાં ચેકીંગ કરતા આ આસામી વીજચોરી કરતા હોવાનું જણાઈ આવ્યું હતું. તેઓને રૂ. ૮૯૦૫૩નું પુરવણી બીલ ... વધુ વાંચો »

Apr 26, 2024
૧૩ રાજ્યોની ૮૮ બેઠકો પર ૧૨૦૨ ઉમેદવારોનું ભાવિ થશે નક્કીઃ અનેક દિગ્ગજો મેદાનમાં: કેટલાક સ્થળે કતારો લાગી નવી દિલ્હી તા. ર૬: આજે લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. બપોર સુધીમાં સરેરાશ બાવન ટકા જેટલું મતદાન થયું છે. કેટલાક સ્થળોએ લાંબી કતારો પણ જોવા મળી છે. આજે લોકસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ ૧૩ રાજ્યોમાં ૮૮ બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. જે ૮૮ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે તેમાં કેરળની તમામ ર૦ બેઠકો સામેલ છે. રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. બીજા તબક્કામાં ... વધુ વાંચો »

Apr 26, 2024
મિલકત જપ્તીનો મુદ્દો જામનગર તા. ર૬ : ભારતમાં કોઈને કોઈ રાજ્યની વિધાનસભાની ચૂંટણી હોય કે પછી સમયાંતરે યોજાઈ રહેલી લોકસભાની ચુંટણી હોય, ભારતીય જનતા પક્ષના પ્રચારમાં કોંગ્રેસ શાસનની નિષ્ફળતા, ભ્રષ્ટાચાર, વિકાસનો અભાવ ના મુદ્દાઓ સાથે કોંગ્રેસ વિરૂદ્ધ જ પ્રચાર થતો આવ્યો છે, અને તેમાં ભાજપને કેટલાક રાજ્યોમાં અને ખાસ કરીને ર૦૧૪ અને ર૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવવામાં સફળતા પણ મળી છે. ભારતને ભ્રષ્ટાચાર મુકત કરવાના મુદ્દાનું તો જે થયું હોય તે થાય, પણ ભાજપનું ભારતને કોંગ્રેસ મુકત કરવાનું મિશન અને પ્રચાર ચૂંટણીઓમાં ભાજપના નેતાઓના આક્રમક અને તેજાબી ભાષણો વધુ અસરકારક પૂરવાર થયા છે. જો કે કોંગ્રેસ મુકત ભારત કરવાના મિશનમાં ... વધુ વાંચો »

Apr 26, 2024
પોતાના ભાઈના જામીન થતાં ન હોવાથી ઉશ્કેરાયોઃ જામનગર તા. ૨૬: જામનગરની સાધનાકોલોની વિસ્તારમાં એક મહિલાને રોકી કુખ્યાત શખ્સે અગાઉ કરેલી ફરિયાદમાં સમાધાન માટે દબાણ કરી ગાળો ભાંડ્યા પછી સમાધાન ન કરો તો તે મહિલાના પુત્રને મારી નાખવાની ધમકી આપી હતી. આ મહિલાએ અગાઉ પોતાની દુકાનમાં ઘૂસી આ શખ્સ તથા તેના ભાઈએ લૂંટ ચલાવ્યાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીના ભાઈના જામીન મંજૂર થતાં ન હોવાથી તેણે ધમકી આપ્યાનું ખૂલ્યું છે. જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી સાધના કોલોનીના પહેલા ઢાળીયે વસવાટ કરતા અને ત્યાં જ દુકાન ચલાવતા ભાવનાબેન મુકેશભાઈ તન્ના નામના ... વધુ વાંચો »

Apr 26, 2024
પહેલી મે ૧૯૬૦ ના ગુજરાત રાજ્યની સ્થાપના થઈ, તે પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં પણ ઘણાં ઉતારચઢાવ આવ્યા ગુજરાત રાજ્યની સ્થાપના વર્ષ ૧૯૬૦ ના મે મહિનામાં થઈ હતી અને તેથી  જ દર વર્ષે પહેલી મે ના દિવસે ગુજરાત રજ્ય સ્થાપના દિન ઉજવાય છે.  ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તે સમયે ગુજરાતમાં લોકસભાની રર બેઠકો  હતી અને લોકસભાની ચૂંટણી ૧૯૬ર માં થઈ, ત્યારે ૬૮ ઉમેદવારો મેદાનમાં  હતાં. એ સમયે પ૭.૯૬ ટકા મતદાન થયું હતું. મતદારોની સંખ્યામાં ક્રમશઃ વધારો વર્ષ ૧૯૬ર માં ગુજરાતમાં મતદારોની સંખ્યા ૯પ લાખ જેવી હતી, જે વર્ષ  ૧૯૬૭ ની ચૂંટણીમાં એક કરોડનો આંકડો વટાવી ગઈ હતી. વર્ષ ૧૯૭૧  અને ૧૯૭૭ માં મતદારોની સંખ્યા ... વધુ વાંચો »

Apr 26, 2024
જિલ્લા આ૫ત્તિ વ્યવસ્થાપન કેન્દ્રની ગાઈડલાઈન્સ જામનગર તા. ર૬: જામનગર જિલ્લાના નાગરિકો ભારતીય હવામાન વિભાગ દ્વારા નિર્મિત એપ્લિકેશનનો ઉપયોગ કરીને હવામાનને લગતી તમામ જાણકારી મેળવી શકશે. હીટવેવ, વીજળી, વાવાઝોડા, અતિવૃષ્ટિ વગેરે કુદરતી આપત્તિ વિષે જાણકારી ઉપલબ્ધ બનશે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) દ્વારા મૌસમ એપ, દામિની એપ, મેઘદૂત એગ્રો એપ અને પબ્લિક ઓબઝર્વેશન એપ જેવા હવામાન ચેતવણી અંગેની એપ્લિકેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. સમગ્ર જામનગર જિલ્લાના નાગરિકો આ પ્લેટફોર્મનો મહત્તમ પ્રમાણમાં ઉપયોગ કરે તે હેતુથી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી છે. મૌસમ એપઃ ભારતીય હવામાન વિભાગ અને મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ દ્વારા મોબાઈલ એપ્લિકેશન આધારિત સેવાઓ માટે અત્યાધુનિક ટેક્નોલોજીથી સુસજ્જ મૌસમ ... વધુ વાંચો »

Apr 26, 2024
યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીરઃ તીવ્ર અછત જીનીવા તા. ર૬: સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા તાજેતરમાં ભૂખમરા અંગે જે રિપોર્ટ જાહેર થયો છે, તે મુજબ ર૮ કરોડથી વધુ લોકો દુનિયામાં ભૂખમરાથી પીડાઈ રહ્યા છે. યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ખોરાકની તીવ્ર અછત અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર વર્ષ ર૦ર૩ માં પ૯ દેશોના લગભગ ર૮.ર કરોડ લોકો ભૂખથી પીડાવા માટે મજબૂર બન્યા હતાં. સંયુક્ત રાષ્ટ્રે બુધવારે વૈશ્વિક અન્ન પરિસ્થિતિ અંગે 'ગ્લોબલ રિપોર્ટ ઓન ફૂડ ક્રાઈસિસ'માં આ માહિતી આપી હતી. આ રિપોર્ટ અનુસાર યુદ્ધગ્રસ્ત ગાઝામાં મોટાભાગના લોકોએ ખોરાકની ... વધુ વાંચો »

Apr 26, 2024
બેડેશ્વર આરોગ્ય કેન્દ્ર દ્વારા જામનગર તા. ર૬: જામનગર મહાનગરપાલિકા હસ્તકના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંદર રોડ જામનગરના કર્મચારીઓએ એક યુવાનનો બ્લડ ગ્રુપનો રિપોર્ટ ખોટો આપ્યો હતો. આ અંગે જવાબદારો સામે પગલાં લેવાની માંગ સાથે મ્યુનિ. કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. બેડેશ્વર-ધરારનગર-૧ માં રહેતા ધ્રુવલ વી. જોષીએ મહાનગરપાલિકા સંચાલિત બેડેશ્વર આરોગ્ય કેન્દ્રમાં પોતાના બ્લડ ગ્રુપ જાણવા માટે રિપોર્ટ કરાવ્યો હતો જેમાં તેને 'એ' નેગેટીવ બ્લડ ગ્રુપ હોવાનો લેખિત રિપોર્ટ આપવામાં આવ્યો છે. આ બાબતે શંકા જતા ધ્રુવલ જોષીએ અન્ય બે સ્થળે બ્લડ ગ્રુપીંગ રિપોર્ટ કરાવતા ત્યાંથી એ પોઝિટિવ ગ્રુપનો રિપોર્ટ ... વધુ વાંચો »

Apr 26, 2024
અનુભવી મધ્યસ્થિઓ આપી રહ્યા છે સેવાઃ જામનગર તા. ૨૬: જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ઉજાસ-એક આશાનું કિરણ શિર્ષક હેઠળ વૈવાહિક તકરાર માટે પ્રિ-લીટીગેશન કાયમી લોક અદાલત સ્થાપવામાં આવી છે. જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા વૈવાહિક વિવાદોના નિરાકરણ માટે જામનગરમાં કાયમી પ્રિ- લીટીગેશન લોકઅદાલત શરૂ કરવામાં આવી છે. વૈવાહિક વિવાદોને સૌહાર્દ અને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાના હેતુ અને પરિવારોને મજબુત બનાવવાના ઉદેશથી લોક અદાલત શરૂ કરાઈ છે. પક્ષકારોને તકરાર અંગે કાનૂની કાર્યવાહી કરતા પહેલા શાંતિપૂર્ણ અને અસરકારક નિરાકરણની સુવિધા આપવા માટે લોકઅદાલત પ્રયત્ન કરશે. અનુભવી મધ્યસ્થિઓને તેમાં ... વધુ વાંચો »

Apr 26, 2024
શ્રમિક મહિલાના ચાંદીના દાગીના, મોબાઈલ ચોરાયાઃ જામનગર તા. ૨૬: જામનગરના શંકરટેકરી સુભાષપરામાં બે મકાનમાંથી સોનાનું હીયરીંગ અને રોકડ રકમ ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. જ્યારે ગોકુલનગર પાસે સરકારી સ્કૂલમાં ચાલતા બાંધકામના સ્થળે મજૂરીકામ કરતા એક મહિલાના ચાંદીના દાગીના અને મોબાઈલ ઉપડી ગયા છે. જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા સુભાષ પરામાં શેરી નં.૨માં રહેતા શાહીનાબેન જાવિદભાઈ બ્લોચ નામના મહિલાના મકાનમાં ગઈ તા.૧૪ની રાત્રિથી તા.૧૬ની સવાર સુધીમાં ચોરી થઈ હતી. તેમના મકાનમાં બારીમાંથી કોઈ શખ્સ પ્રવેશ્યા પછી ઓરડામાં પડેલા કબાટમાંથી સાડા આઠ ગ્રામ વજનના સોનાના લટકણીયા ચોરી લીધા હતા. વધુ વાંચો »

Apr 26, 2024
ચૂંટણીનું મહાપર્વ : મારો મત મારો અધિકાર જામનગર તા. ર૬: લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ અંતર્ગત જામનગર જિલ્લામાં મતદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ લોકો મતદાન કરી ચૂંટણીના મહાપર્વમાં સહભાગી થાય તે પ્રકારે મતદાન જાગૃતિ લાવવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર બી.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા કામગીરી કરાઈ રહી છે. ત્યારે જામનગરની ડી.કે.વી. આર્ટસ, એન્ડ સાયન્સ કોલેજની વિદ્યાર્થિની ફિઝા માડકીયાને ૧૮ વર્ષ થતાં પ્રથમ વખત મતદાન કરી રહી છે. તેણી જણાવે છે કે હું પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરી રહી હોવાથી ઉત્સુક છું. મારા દેશ માટે હું ... વધુ વાંચો »

Apr 26, 2024
રૂપિયા સાડા ત્રણ કરોડની મોટરો પોલીસે રીકવર કરીઃ જામનગર તા. ૨૬: રાજકોટના કેટલાક આસામીઓ પાસેથી મોટર ભાડે મેળવી તેને બારોબાર વેચી નાખી અથવા ગિરવે મૂકી દઈ જામનગર અને રાજકોટના બે શખ્સે ૫૫ મોટર પડાવી લીધાની ફરિયાદ ઉઠી છે. જેમાં પોલીસે બંને આરોપીની ધરપકડ કરી ૪૭ મોટર ઝબ્બે લીધી છે. રાજકોટમાં ખાનગી ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા કેટલાક આસામીઓ પાસેથી સેલ્ફ ડ્રાઈવીંગમાં મોટર ભાડે લઈ જઈ જામનગરના બિલાલશા હસનશા શાહમદાર તથા રાજકોટના આકાશ ગોગનભાઈ કોટડીયા નામના શખ્સોએ પચ્ચાસેક જેટલી મોટર ઓળવી લીધાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. આ શખ્સોએ જુદા જુદા ... વધુ વાંચો »

Apr 26, 2024
ભાજપના ઉમેદવાર પુનમબેન માડમના સમર્થનમાં યોજાયા રોડ શો અને જંગી જાહેર સભા જામજોધપુરમાં વિવિધ સમાજના આગેવાનો, સંસ્થાઓ દ્વારા પૂનમબેન માડમનું ભવ્ય સ્વાગત જામજોધપુર તા. ર૬: લોકસભા ચૂંટણીમાં ૧ર-જામનગર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તથા વર્તમાન સંસદ સભ્ય પૂનમબેન માડમના પ્રચાર-પ્રસારાર્થે તથા સંગઠનના સંકલન કાર્ય માટે જામજોધપુર વિધાનસભા વિસ્તારના ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે પૂનમબેન માડમના સમર્થનમાં જંગી જાહેર સભા તથા રોડ શો પણ યોજાયા હતાં. જામજોધપુરમાં મધ્યસ્થ કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે યોજાયેલ જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં. આ ... વધુ વાંચો »

Apr 26, 2024
ભૂતવડ દાદા મંદિરના સાનિધ્યમાં ભાણવડ તા. ર૬: ગૌમાતાના રક્ષણ માટે શહીદી વ્હોરી લેનાર વીર માંગડાવાળાની પુણ્ય તિથિની આસ્થાભેર ઉજવણી ભાણવડ પંથકમાં ભૂતવડદાદા મંદિરના સાનિધ્યમાં કરવામાં આવી હતી. આ ઉપરાંત ઉજવણી અંતર્ગત હવન યોજાયો હતો. ત્યારપછી સાંજે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ભાણવડ વિસ્તાર તથા અન્ય સ્થળેથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતાં. રાત્રે હમીરભાઈ ગઢવી, સાગરદાન ગઢવી, ગગન જેઠવા, સચીન બારોટ, સિદ્ધાર્થ આહિર વગેરે કલાકારો દ્વારા લોકડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. ભૂતવડ દાદા મંદિર ટ્રસ્ટના ગાદીપતિ હંસા મહારાજ તેમજ ભાવેશ બાપુના માર્ગદર્શન હેઠળ સેવાભાવીઓએ વ્યવસ્થા સંભાળી ... વધુ વાંચો »

Apr 26, 2024
ખંભાળીયા તા. ર૬ : સમગ્ર ગુજરાતમાં રાજપૂતો દ્વારા પુરૂષોત્તમ રૂપાલાએ કરેલા વિવાદી ભાષણ તથા તેમણે ઉમેદવારી પરત નહીં ખેંચતા શરૂ થયેલ આંદોલન ર.૦ ના અનુસંધાને દ્વારકામાંથી ધર્મરથ સાથે રાજપૂતો દ્વારા વિરોધ થયો છે. જે રથ તેમાં જોડાયેલા મોટી સંખ્યામાં રાજપૂત યુવાનો સાથે ભાટીયા થઈ ખંભાળીયા પહોંચ્યો હતો. જ્યાં સંકલન સમિતિના સંજયસિંહ ચુડાસમા દ્વારા પ્રવચન કરાયું હતું. રાજપૂત સમાજ વાડીમાં 'જય ભવાની ભાજપ જવાની' ના નારા પોકારાયા હતાં. અગ્રણી સંજયસિંહે જણાવેલ કે ભાજપ ધારત તો રૂપાલાની ટિકિટ રદ કરી અન્ય નામ મૂકી શકત, પણ તેમ કર્યું નથી. ક્ષત્રિય અસ્મીતા રથમાં ... વધુ વાંચો »

Apr 26, 2024
અમરાપરમાંથી દેશી દારૂ પકડાયોઃ જામનગર તા. ૨૬: જામજોધપુરના ઝીણાવારી ગામમાં એક શખ્સના મકાનમાંથી પોલીસે અંગ્રેજી દારૂની નાની મોટી ચાર બોટલ પકડી પાડી છે. જ્યારે અમરાપર ગામમાંથી એક શખ્સ દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો છે. તેણે સપ્લાયરનું નામ પોલીસ સમક્ષ ઓકી નાખ્યું છે. જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામમાં રહેતા રમેશ કરશનભાઈ સોલંકી નામના સગર શખ્સના મકાનમાં બુધવારની રાત્રે જામજોધપુર પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. તે મકાનની તલાશી લેવાતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની બે મોટી બોટલ તથા બે ચપટા મળી આવ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી ... વધુ વાંચો »

Apr 26, 2024
એક ઓરડીમાંથી પણ બે મોબાઈલ ઉઠાવ્યાની કબૂલાતઃ જામનગર તા. ૨૬: જામનગરના હરિયા કોલેજ રોડ પરથી એલસીબીએ એક શખ્સને અટકાયતમાં લઈ પૂછપરછ કરતા તેણે સુભાષપરામાં બે મકાનમાં હાથફેરો કર્યાની અને દોઢેક મહિના પહેલા ગોકુલનગરમાં એક ઓરડીમાંથી બે મોબાઈલ ઉઠાવ્યાની કબૂલાત કરી છે. એલસીબીએ રૂ. ૭ હજાર રોકડા, સોનાનો દાગીનો અને બે મોબાઈલ કબજે કરી આ શખ્સની ઘનિષ્ઠ પૂછપરછ યથાવત રાખી છે. જામનગરમાં ગઈકાલે સ્થાનિક ગુન્હાશોધક શાખાના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં સ્ટાફના હે.કો. મયુદ્દીન, અરજણભાઈ, વનરાજ મકવાણાને મળેલી બાતમીના આધારે હરિયા કોલેજ રોડ પરથી અજય જયંતિભાઈ રાઠોડ નામના શખ્સને અટકાયતમાં ... વધુ વાંચો »

Apr 26, 2024
મતદાન પછી ૪પ દિવસ સુધી મશીન સુરક્ષિત રખાશેઃ ઉમેદવારના ખર્ચે ચેકીંગ કરાવી શકાશે નવી દિલ્હી તા. ર૬: ઈવીએમનું વીવીપેટ સાથે ૧૦૦ ટકા વેરિફિકેશન કરવા સંબંધિત તમામ અરજીઓ ફગાવી દેતા સુપ્રિમ કોર્ટે ઠરાવ્યું છે કે, મતદાન પછી ૪પ દિવસ સુધી ઈવીએમ સુરક્ષિત રખાશે. ઈવીએમની પાંચ ટકા ચકાસણી અંગે પણ સુપ્રિમ કોર્ટે મહત્ત્વના નિર્દેશો આપ્યા છે. સુપ્રિમ કોર્ટે ઈવીએમ-વીવીપેટને મેચ કરવાની માગ કરતી અરજીઓ પર મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. આ મામલે સુપ્રિમ કોર્ટે તમામ અરજીઓ ફગાવતા કહ્યું કે આવું કરવાની કોઈ જરૂર જ નથી. સુપ્રિમ કોર્ટે કહ્યું કે મતદાન પછી ૪પ દિવસ ... વધુ વાંચો »

Apr 26, 2024
મતદાન-ચૂંટણી એજન્ટ, ઉમેદવાર-મતદારોને જામનગર તા. ર૬ : લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ માટેનું મતદાન તા.૭-પ-ર૪ ના યોજાનાર છે. મતદાનના દિવસે મતદારોના મતની ગુપ્તતા જળવાઈ રહે, મતદાનની પ્રક્રિયામાં કોઈ અવરોધ ઊભો ન થાય તથા જાહેર સલામતી જળવાઈ રહે તે માટે મતદાન મથકની અંદર મોબાઈલ ફોન જેવા ઉપકરણો સાથે પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એન. ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ જામનગર જિલ્લામાં નક્કી થયેલા મતદાન મથકોમાં મતદાન એજન્ટ, ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ તેમજ સંબંધિત મતદાન મથકના નોંધાયેલા મતદારો મોબાઈલ ફોન સાથે તારીખ ૭-પ-ર૦ર૪ ના સવારે ... વધુ વાંચો »

Apr 26, 2024
એલસીબીએ મુદ્દામાલ કબજે કરી હાથ ધરી પૂછપરછઃ જામનગર તા. ૨૬: જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી એલસીબીએ એક શખ્સને ચાંદીના દાગીના તથા મોબાઈલ સાથે પકડી પાડ્યા પછી પૂછપરછ કરતા તેણે થોડા દિવસ પહેલા રડાર રોડ પર એક શાળાના બાંધકામના સ્થળેથી ચોરી કર્યાની કબૂલાત આપી છે. જામનગરના ગોકુલનગર રડાર રોડ પર ગઈકાલે સ્થાનિક ગુન્હાશોધક શાખાના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં સ્ટાફના મયુદ્દીન, અરજણભાઈ, ધર્મેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે વિજય ચનાભાઈ ચૌહાણ નામના રાવળ શખ્સને અટકાયતમાં લેવાયો હતો. આ શખ્સની તલાશી લેવાતા તેની પાસેથી ચાંદીના સાંકળા, ચાંદીની બે બંગડી, ગળામાં પહેરવાની ચાંદીની ... વધુ વાંચો »

Apr 26, 2024
નબળા પડેલા હયાત ટ્રેકની જગ્યાએ મનપા દ્વારા જામનગર તા. ર૬: જામનગરમાં કરોડો રૂપિયાના ખર્ચે તળાવની પાળનો વિકાસ કરવામાં આવ્યો હતો, જ્યાં હૈયાત જોગીંગ ટ્રેક નબળો પડતા હવે રૂપિયા ૧ કરોડ ૪૦ લાખના ખર્ચે નવો જોગીંગ ટ્રેક પાથરવામાં આવનાર છે. આ માટે ગતિવિધિ ચાલી રહી છે. જામનગરની મધ્યમાં આવેલ તળાવની પાળનો આશરે ૪૦ કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવ્યો હતો. વર્ષ ર૦૧પ માં આ તળાવનું લોકાર્પણ થયા પછી નવ વર્ષ પૂર્ણ થતા હૈયાત રનિંગ જોગીંગ ટ્રેક જે ૩ મીટર પહોળો અને ૧.૮ કિ.મી. લંબાઈનો છે. તેની સ્થિતિ સ્થાપકતા નબળી પડી છે. આથી હૈયાત જોગીંગ ટ્રેક ઉપર નવો સિન્થેટિક ટ્રેક પાથરવામાં આવશે જે માટે આશરે રૂ. ... વધુ વાંચો »

Apr 26, 2024
ચેક મુજબની રકમનો દંડ ભરવા આદેશઃ જામનગર તા. ૨૬: લાલપુરના ગલ્લા ગામના એક આસામીએ જામનગરના આસામી સામે રૂ. ર લાખના ચેક પરતની કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં અદાલતે આરોપીને છ મહિનાની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ભરવા હુકમ કર્યાે છે. લાલ૫ુર તાલુકાના ગલ્લા ગામમાં રહેતા દિવ્યરાજસિંહ પ્રવીણસિંહ જાડેજા પાસેથી જામનગરના પ્રકાશભાઈ મોહનભાઈ ચાવડાએ રૂ. ૨ લાખ હાથઉછીના મેળવ્યા હતા. તેની પરત ચુકવણી માટે પ્રકાશભાઈએ ચેક આપ્યો હતો. ઉપરોક્ત ચેક બેંકમાંથી પરત ફરતા નોટીસ પાઠવ્યા પછી દિવ્યરાજસિંહે જામનગરની કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી ... વધુ વાંચો »

Apr 26, 2024
આરોપી પક્ષ દ્વારા કરાયેલી દલીલો ગ્રાહ્યઃ જામનગર તા. ૨૬: જામનગરના એક યુવતીએ પતિ, સાસુ, નણંદ, જેઠ સામે ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે લગ્ન વખતે પતિની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હોવાનું તપાસમાં શોધી કાઢ્યા પછી પતિ સામે બાળ અદાલતમાં અને બાકીના ત્રણ આરોપી સામે ચીફ કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું. તે કેસ ચાલી જતાં ચીફ કોર્ટે ત્રણેય આરોપીનો છૂટકારો કર્યાે છે. જામનગરના અંજલીબેન ટાંકે પોલીસમાં સાસુ જમનાબેન વલ્લભભાઈ ટાંક, નણંદ ખુશાલી ટાંક, જેઠ શ્રીધર ટાંક સામે ત્રાસ આપ્યાની ઘરમાંથી કાઢી મુક્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસના અંતે પતિ સામે બાળ અદાલતમાં અને સાસરિયા પક્ષ સામે ચીફ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું. તે કેસ ... વધુ વાંચો »

Apr 26, 2024
સંસદસભ્ય પરિમલભાઈ નથવાણીએ દ્વારકાધીશ મંદિરમાં પૂજા-દર્શન કર્યા દ્વારકા તા. ર૬ : રીલાયન્સ લિ.ના ગ્રુપ પ્રેસિડેન્ટ તથા રાજ્યસભાના સાંસદ તેમજ દેવસ્થાન સમિતિના પૂર્વ ઉપાધ્યક્ષ પરિમલભાઈ નથવાણીએ યાત્રાધામ દ્વારકામાં પધારી દ્વારકાધીશ જગતમંદિરમાં કાળીયા ઠાકોરજીને શીશ ઝુંકાવ્યું હતું. તેમજ ઠાકોરજીની પાદુકાનું પૂજન કર્યું હતું. ત્યારપછી તેઓએ શારદામઠની મુલાકાત લઈ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી સાથે ટૂંકી મુલાકાત કરી સ્વામીજીના આશીર્વાદ મેળવ્યા હતાં. સાંસદ પરિમલભાઈએ પત્રકાર પરિષદ પણ યોજી હતી. જેમાં તેમને પૂર્વમાં દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ તરીકે દ્વારકાધીશ મંદિરમાં સેવા આપવાનો લ્હાવો મળવા બદલ તેમજ હાલમાં તેમની જગ્યાઓ તેમના પુત્ર ધનરાજભાઈએ આ સેવાનો મોકો મળવા બદલ દ્વારકાધીશનો આભાર ... વધુ વાંચો »

Apr 26, 2024
બપોરે ગરમી તો રાત્રિના ઠંડકનો અનુભવઃ જામનગર તા. ર૬: જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩પ.પ ડીગ્રી નોંધાયું હતું. જામનગરમાં તેજીલા વાયરાઓ વચ્ચે મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે. સાંજથી લઈને સવાર સુધી ઠંડક તો બપોરે ગરમી પડી રહી છે. નગરમાં તાપમાનમાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન અડધો ડીગ્રી વધીને મહત્તમ તાપમાન ૩પ.પ ડીગ્રી જ્યારે અડધો ડીગ્રી ઘટીને લઘુતમ તાપમાન ર૪ ડીગ્રી નોંધાયું હતું. નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮ ટકા વધીને ૮૩ ટકા ... વધુ વાંચો »

Apr 26, 2024
ખંભાળીયા તા. ર૬ : તાજેતરમાં ખંભાળીયા તાલુકાના સોઢા તરઘડી ગામે મકાનની છત પર ત્રીજે માળે ટીટોડીએ ત્રણ ઈંડા મુકતા ગ્રામ્ય પંથકમાં ભારે કુતૂહલ સાથે સારા અતિ સારા વરસાદની શકયતા થઈ છે. અગાઉ ખંભાળીયાની જીવીજે હાઈસ્કૂલના ત્રીજે માળે ટીટોડીયે ઈંડા મુકતા તે વર્ષે ચોમાસામાં ૬પ ઈંચ વરસાદ પડ્યો હતો. જો કે ટીટોડીના ઈંડાની એ પણ ખાસીયત છે કે માણસ ઈંડાને સ્પર્શ કરે તો તેનાથી બચ્ચું આવતું નથી અને તે ઈંડું ટીટોડી પથ્થર પર નાખી તોડી નાખે છે.   જો આપને આ  વધુ વાંચો »

Apr 26, 2024
નગરના યુવાને નોંધાવી ફરિયાદઃ જામનગર તા. ૨૬: જામનગરના રણજીતસાગર રોડ પર એક કોમ્પલેક્ષમાં રહેતા યુવાનનો રૂ. ૨૦ હજારનો મોબાઈલ કોઈ શખ્સ રાત્રિના સમયે ઉઠાવી ગયો છે. જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા ગ્રીન એવન્યુમાં રહેતા મૂળ આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગરના અવિનાશ અરવિંદગીરી ગોસ્વામી નામના યુવાન ગયા મંગળવારે રાત્રે પોતાના રહેણાંકમાં નિદ્રાધીન હતા. આ વેળાએ તેમનો સેમસંગ કંપનીનો રૂ. ૨૦ હજારની કિંમતનો મોબાઈલ કોઈ શખ્સ સેરવી ગયો હતો. અવિનાશ ગોસ્વામીએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.   જો આપને વધુ વાંચો »

Apr 26, 2024
લાલપુરના ખટીયા ગામ પાસે તીનપત્તી રમતા ચાર પકડાયાઃ જામનગર તા. ૨૬: જામજોેધપુરના ધ્રાફા ગામમાં ગઈકાલે સાંજે ગંજીપાના વડે જુગાર રમતા ચાર શખ્સ ઝડપાયા છે. જ્યારે લાલપુરના ખટીયા પાટીયા પાસેથી મોડી રાત્રે ગંજીપાનાનો જુગાર પોલીસે પકડી પાડ્યો છે. પાટણ ગામમાંથી એક વર્લીબાજ  ગિરફતમાં આવ્યો છે. જામજોધ૫ુર તાલુકાના ધ્રાફા ગામમાં સાત વડલા સીમમાં ગઈકાલે સાંજે જુગાર રમાતો હોવાની બાતમી પરથી શેઠવડાળા પોલીસ સ્ટેશનના સ્ટાફે મહિપતસિંહ જાડેજાએ ખેડૂતના ખેતર પાસે ખરાબામાં દરોડો પાડતા ત્યાં એક ઝાડ નીચે ગંજીપાના કૂટતા ચાર શખ્સ મળી આવ્યા હતા. ત્યાંથી સંજયસિંહ જુવાન સિંહ જાડેજા, મુળરાજસિંહ બળવંતસિંહ જાડેજા, શક્તિ સિંહ મુળરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ સજનસિંહ જાડેજા નામના ચાર શખ્સ તીનપત્તી રમતા મળી આવતા ... વધુ વાંચો »

Apr 26, 2024
નાણાંકીય વર્ષ-ર૦ર૩-ર૪ દરમિયાન દ્વારકા તા. ર૬ : નાણાંકીય વર્ષ ર૦ર૩-ર૪ માં યાત્રાધામ દ્વારકાના વિશ્વપ્રસિદ્ધ દ્વારકાધીશ જગતમંદિરની આશરે ૮૧.પ૦ લાખ જેટલા યાત્રિકોએ મુલાકાત લઈ દર્શન કર્યા હતાં. વર્ષ દરમ્યાન અંદાજે ર૩.૭૮ કરોડની રોકડ ભેટ સ્વરૂપે અર્પણ કરાઈ હતી. આભુષણોમાં આશરે ૧.૭૦ કિલો સોનું તથા પ૦.૬૦ કિલો જેટલી ચાંદી ભાવિકો દ્વારા શ્રીજીના ચરણોમાં અર્પણ કરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા દાયકામાં દ્વારકા યાત્રાધામમાં આવતા ભાવિકોની સંખ્યામાં તેમજ શિવરાજપુુર બીચ તથા અન્ય ટુરીસ્ટ ડેસ્ટીનેશનના માળખાકીય વિકાસ સાથે સુવિધાસભર માહોલમાં તેમજ કુદરતી સૌંદર્યની સાથોસાથ મૌસમની મહેરબાની સમાન યાત્રાધામ દ્વારકા યાત્રીકો તથા સહેલાણીઓની પહેલી પસંદ બની ગયું ... વધુ વાંચો »

Apr 26, 2024
સંબંધિત કર્મચારી સામે મ્યુનિ. કમિશનરને રાવ જામનગર તા. ર૬ : જામનગર મહાનગરપાલિકાના બદલી કામદારો મહાનગર પાલિકાના કર્મચારી ગણાય નહીં તેવો જવાબ આપી એનઓસી આપવાની ના પાડવામાં આવતા જવાબદાર અધિકારી સાથે પગલા લેવાની માંગ સામે મ્યુનિ. કમિશનર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. જામનગર જિલ્લા સફાઈ કામદાર યુનિયનના પ્રેમજીભાઈ બાબરીયાએ આ રજુઆતમાં જણાવ્યું છે કે, જામનગર જિલ્લા સફાઈ કામદાર યુનિયન બે ટ્રેડ યુનિયન છે અને સફાઈ કામદારોનું પ્રતિનિધિત્વ કરે છે. બદલી કામદારને પગાર સ્લિપ આપવામાં આવે છે. છતાં સોલીડ વેસ્ટ શાખાના કંટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવા કહે છે કે બદલી ... વધુ વાંચો »

Apr 26, 2024
તાળા તોડ્યા વગર થઈ ચોરીઃ જામનગર તા. ૨૬: ખંભાળિયાના શક્તિનગરમાં આવેલી એક શાળાની કચેરીમાંથી બે લેપટોપ ચોરાઈ ગયા છે. શાળાના કર્મચારીએ કચેરીના કબાટના તાળા તૂટ્યા વગર જ ચોરી થઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં બેલાવાડીમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ગઈ તા.૮ એપ્રિલના દિને ચોરી થઈ છે. તે શાળાની કચેરીમાં રાખવામાં આવેલા કબાટને કોઈ શખ્સે ખોલી નાખ્યો હતો. તે મકાનમાંથી રૂ. ૧ લાખની કિંમતના બે લેપટોપ ચોરાઈ ગયા છે. શાળાના કર્મચારી અને યોગેશ્વરનગરમાં રહેતા સુરેશભાઈ લાલાભાઈ પરમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તાળા તોડ્યા વગર ... વધુ વાંચો »

Apr 26, 2024
એનિમલ લવર્સ સંસ્થા દ્વારા સેવાપ્રવૃત્તિઃ ખંભાળીયા તા. ર૭ : ભાણવડમાં તરછોડાયેલા, અશકત બળદો માટે એનીમલ લવર્સ સંસ્થા દ્વારા ૮૦ બળદોને આશ્રય આપી ચારો, પાણી, છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ ઉનાળાની સીઝન હોય સંસ્થા દ્વારા એક હજાર કિલો તરબૂચ લાવીને નિરાધાર બળદોને ખવડાવવામાં આવ્યા હતાં. ભાણવડ તથા ખંભાળીયા પંથકમાં તરછોડાયેલા બળદો માટે શીવ બળદ આશ્રમના નામે સંસ્થા દ્વારા સેવાકાર્ય ચાલે છે. સંસ્થા દ્વારા ફંડ-દાન મેળવવા દુકાનો-હોટલો પર દાન પેટી મુકવામાં આવી છે. જેમાં યથાશક્તિ ફાળો-દાન આપવા સંસ્થાએ અનુરોધ કર્યો છે.   જો આપને  વધુ વાંચો »

Apr 26, 2024
વેચાણ માટે સાથે રાખ્યાની મળી કબૂલાતઃ જામનગર તા. ૨૬: જામજોધપુરના પાટણ ગામ પાસે ગંગાજળીયા નેસ નજીકથી ગઈરાત્રે બે વાગ્યે પોલીસે એક શખ્સને ગાંજાના ૩૩૦ ગ્રામ જથ્થા સાથે પકડી લીધો છે. આ શખ્સે ગાંજો વેચાણ માટે રાખ્યાની કબૂલાત કરી છે. પોલીસે તેની પૂછપરછ હાથ ધરી છે. જામજોધપુર તાલુકાના પાટણ ગામથી ગંગાજળીયા નેસ તરફ જવાના માર્ગ પર ગઈરાત્રે ગાંજાની હેરાફેરી કરાઈ રહી હોવાની બાતમી મળતા જામજોધપુર પોલીસ સ્ટેશનના પીઆઈ વાય.જે. વાઘેલા તથા સ્ટાફે વોચ ગોઠવી હતી. દરમિયાન રાત્રે બેએક વાગ્યે ગંગાજળીયા નેસમાં રહેતો મેરખીભાઈ તેજાભાઈ મુસાર નામનો રબારી શખ્સ ... વધુ વાંચો »

Apr 26, 2024
રાજકોટના બજરંગ ગ્રુપ દ્વારા રાજકોટ તા. ર૬ : બજરંગ ગ્રુપ-રાજકોટ દ્વારા રઘુવંશીઓ માટે પ્રથમ પરિચય પસંદગી સમારોહ તા. ૧ર-પ ને રવિવારે બપોરે ર થી સાંજના ૭ વાગ્યા દરમિયાન હેમુ ગઢવી હોલ, ટાગોર માર્ગ, રાજકોટમાં યોજવામાં આવ્યો છે. આ નિઃશુલ્ક સમારોહના ફોર્મ મેળવવા માટે મનોજભાઈ અમલાણી (મો. ૯૮ર૪૪ પ૧૭૧૮), કુરજી વાલજી એન્ડ કાં. ગ્રેઈન માર્કેટ, જામનગર અથવા રમેશભાઈ દતાણી (મો. ૯૮ર૪૮ ૦ર૧રર), જામનગરનો સંપર્ક કરવો.   જો આપને આ પોસ્ટ  વધુ વાંચો »

Apr 26, 2024
૫દ્મવિભુષણ એવોર્ડથી નવાજીત રાજકોટ તા. ૨૬: તાજેતરમાં જ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહની પ્રેરક હાજરીમાં રાષ્ટ્રપતિના હસ્તે ડૉ. જગદીશ ત્રિવેદીને પદ્મવિભુષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતાં. તેઓ આ સન્માન પ્રાપ્ત કરી દિલ્હીથી ભાવનગર બુધાભાઈ પટેલના ઘેર મહેમાન બન્યા હતાં. ગુરૂવારના સવારે ૧૦ વાગ્યે નાદુરસ્ત તબિયત હોવા છતાં ગ્રીનસિટી સંસ્થાને પ્રોત્સાહીત કરવા વૈદ્ય રસીકભાઈ શેઠ માર્ગ ૫ર વૃક્ષારોપણ કર્યું હતું અને તેઓએ જણાવ્યું હતું કે એવોર્ડ મળ્યા પછી તુરંત જ મને વૃક્ષારોપણ કરવાની તક મળી તે માટે હું ગ્રીનસિટી સંસ્થાનો આભારી છું. તેઓએ જણાવ્યુ હતું કે હાલમાં ભાવનગરમાં ગુજરાતમાં બીજા ક્રમે હરિયાળી ... વધુ વાંચો »

Apr 26, 2024
અગાઉની માથાકૂટના કારણે જામનગર તા. ૨૬: જામનગરના સિક્કા ગામના એક યુવાન પર મહિલા સહિત ચાર વ્યક્તિએ હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. તે કેસ ચાલી જતા અદાલતે આરોપીઓનો છૂટકારો કર્યાે છે. જામનગર તાલુકાના સિક્કા ગામના હસન અબ્દુલ કમોરા સાથે ઈમરાન જાકુબ હુંદડાને અગાઉ બોલાચાલી થઈ હતી. તેનો ખાર રાખી ગઈ તા.૨-૪-૨૩ના દિને ઈમરાન પર હુમલો કરી હસન અબ્દુલ કમોરા, એજાઝ અબ્દુલ, નવાઝ અબ્દુલ કમોરા, ઝરીનાબેન અબ્દુલે હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. ઉપરોક્ત કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓના વકીલ વિક્રમસિંહ જેઠવાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે.   વધુ વાંચો »

Apr 26, 2024
શરીરની આંતરિક તપાસ પણ કરી અપાશે જામનગર તા. ર૬: ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટમાં વર્લ્ડ ઓફ વૈભવના સહયોગથી સંપૂર્ણ આંતરિક શરીરની નિઃશુલ્ક તપાસ સાથે ફિઝીયોથેરાપી કેમ્પ તા. ર૮ એપ્રિલ ર૦ર૪ ને રવિવારે સવારે ૯-૩૦વાગ્યેે યોજાશે. આ કેમ્પમાં આપના શરીરની આંતરિક તપાસ કરી આપવામાં આવશે. જેમાં વજન અને ઊંચાઈ, બીએમઆઈ, શરીરમાં ચરબીનું પ્રમાણ, ચરબી વિના શરીરનું વજન, સ્નાયુમાં ચરબીનું પ્રમાણ, વિસરલ ફેટ, પ્રોટીન, શરીરમાં પાણીની માત્રા, શરીરની ઉંમર, ઓબેસિટી લેવલ, વજન કેટલું હોવું જોઈએ. તે ઉપરાંત હાડકાને લગતી તકલીફ માટે ફિઝીયોથેરાપી કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ બધી તપાસ વર્લ્ડ ઓફ ... વધુ વાંચો »

Apr 26, 2024
રૂ. ૪ લાખનું નુકસાન થયું: જામનગર તા. ૨૬: જામજોધપુરના શેઠવડાળા ગામની સીમમાં એક ખેતરમાં આઈશર ઘૂસી જતાં ખેતરની દીવાલ અને ઓરડી પડી ગઈ હતી. ખેતીના કેટલાક સાધનોને પણ નુકસાન થયું હતું. આઈશર ચાલકને ઈજા થઈ હતી. ખેતર માલિકે રૂ. ૪ લાખના નુકસાનની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામ પાસે ખેતર ધરાવતા અને જામનગરમાં લાલપુર બાયપાસ પાસે જિલ્લા પંચાયત કર્મચારીનગરમાં રહેતા સોમાભાઈ મૈયાભાઈ રાઠોડ નામના આસામીના ખેતરની દીવાલ સાથે જીજે-૧૦-ટીએકસ ૯૫૮૭ નંબરનું આઈશર ટકરાઈ પડ્યું હતું. તે વાહનની ટક્કરથી બેલાની દીવાલ ધસી પડી હતી અને નજીકમાં ... વધુ વાંચો »

Apr 26, 2024
જામનગર જિલ્લામાં હુકમો જાહેર કરાયા જામનગર તા. ર૬: લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ માટેનું મતદાન જામનગર જિલ્લામાં ૭-પ-ર૪ ના થનાર છે. મતદાનના દિવસે મતદાન મથકની આજુબાજુના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તથા મતદારો શાંતિપૂર્વક મતદાન કરી શકે તે હેતુથી મતદાન મથકથી ૧૦૦ મીટરની ત્રિજ્યામાં એકઠા થવા પર પ્રતિબંધ મુકવો જરૂરી જણાય છે. તેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એન.ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રતિબંધાત્મક જાહેરનામામાં જણાવ્યા અનુસાર, ચારથી વધુ વ્યક્તિઓને મતદાન મથકોથી ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમં એકઠા થવા પર સવારના ૭ થી સાંજના ૬ ... વધુ વાંચો »

Apr 26, 2024
વિશ્વ આરોગ્ય દિનની ઉજવણીના ભાગરૂપે જામનગર તા. ર૬: જામનગરમાં મેલેરિયા દિનની ઉજવણી કરવામાં આવી હતી. તાજેતરમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘરે ઘરે સર્વેક્ષણ કરવામાં આવતા પ૬૮ તાવના કેસ મળી આવ્યા હતાં. જામનગર મહાનગર પાલિકાની આરોગ્ય શાખા દ્વારા રપ એપ્રિલના વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો, જે નિમિત્તે તા. રર થી ર૪ એપ્રિલ સુધી ઘરે ઘરે સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ૩૮,૮૧૦ ઘરોની મુલાકાત કરવામાં આવી હતી. તેમાંથી ૭રપ ઘરમાં મચ્છરના પોરા જોવા મળ્યા હતાં અને ર,ર૭,પ૧૩ જેટલા પાત્રોની ચકાસણી કરવામાં આવી હતી, જ્યારે પ૬૮ તાવના કેસ ... વધુ વાંચો »

Apr 26, 2024
લાલપુરના પડાણાના ઢોરવાડામાં બન્યો બનાવઃ જામનગર તા. ૨૬: લાલપુર તાલુકાના પડાણામાં એક ઢોરવાડામાં ગઈકાલે સવારે પરપ્રાંતીય યુવાન ઢોરને ચારો નીરતી વખતે છૂટા રહેલા ખુંટીયા બાંધવા જતાં એક ખંુટીયાએ તેઓને ઢીંકે ચઢાવી પછાડ્યા હતા. ગંભીર ઈજા પામેલા આ યુવાનનું ટૂંકી સારવાર પછી મૃત્યુ નિપજ્યું છે. જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા પડાણા ગામ પાસે ઢોરના વાડામાં ગઈકાલે સવારે મૂળ મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના આલોટ તાલુકાના ખાખરખેડા ગામના વતની નેપાલભાઈ ભંવરલાલ નાયક (ઉ.વ.૩૧) નામના યુવાન પશુને ચારો નીરતા હતા. આ વેળાએ છૂટા રહેલા બે ખુંટીયાને બાંધવા જતી વખતે એક ખુંટીયાએ નેપાલભાઈને ઢીંક ... વધુ વાંચો »

Apr 26, 2024
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે દ્વારકા તા. ર૬ : યાત્રાધામ દ્વારકામાં નાગેશ્વર રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ આશ્રમમાં વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે દેવભૂમિ દ્વારકામાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ આદિ દેવોના પ્રથમ વાર્ષિક પાટોત્સવ નિમિત્તે તા. ર૬-પ-ર૦ર૪ ને રવિવારથી તા. ૩૦-પ-ર૦ર૪ ને ગુરૂવાર સુધી સત્સંગિજીવન પંચાન્હ પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાના પ્રેરક તથા સંસ્થાપક ગોવિંદપ્રસાદદાસજી સ્વામીના માર્ગદર્શનમાં યોજાનાર પંચાન્હ પારાયણ કથામાં દરરોજ સવારે ૯ થી ૧૧-૩૦ તથા બપોરે ૩ થી ૬ સુધી કથાવકતા શા.સ્વા. રાધારમણદાસજી (રાજકોટ - જામજોધપુર)ની સંગીતમય શૈલીમાં ઉપસ્થિત હરિભકતોને કથાનું રસપાન કરાવવામાં આવશે. આ સંસ્થાના ... વધુ વાંચો »

Apr 26, 2024
જામનગર જિલ્લા ચૂંટણી અધિકારીનો સોશ્યલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ સાથે સંવાદઃ જામનગર તા. ર૬: જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી.કે. પંડ્યાએ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ સાથે મતદાન જાગૃતિલક્ષી સંવાદ કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમો થકી મતદાન જાગૃતિલક્ષી સંદેશાઓ શેર કરી જામનગરવાસીઓને મતદાન કરવાની સાથે અન્ય લોકોને પણ મતદાન કરાવવાની લોકોને અપીલ કરી હતી. લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ અંતર્ગત જામનગર જિલ્લાના લોકોમાં મતદાન જાગૃતિ લાવવાના હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ સ્વીપ એક્ટિવિટી અંતર્ગત મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. તેના ભાગરૂપે જામનગર લાખોટા તળાવ, પુરાતત્વિય સંગ્રહાલયમાં ... વધુ વાંચો »

Apr 26, 2024
 (પ્રકરણ : ૧૬) સરપંચ પાછા ઊભા થયા અને દરવાજા પાસે પહોંચ્યા. અને તરત જ એમણે ભડાક સાથે દરવાજો ખોલી નાખ્યો. સામે-સામે કોઈ જ નહોતું-અંધારું હતું. ત્યાં જ એમના મોઢા સાથે કંઈક અથડાયું. સરપંચ બે ડગલાંં પાછળ ખસી ગયા. એમણે પોતાના ચહેરા પર હાથ ફેરવ્યો. એમને કંઈક ભીનું-ભીનું લાગ્યું. એ દોડયા અંદર, ખૂણામાં ધીમી આંચે સળગી રહેલા ફાનસની આંચ એમણે વધારી અને પોતાનો હાથ જોયો તો એમની આંખો પહોળી થઈ ગઈ. એમના હાથ લાલ-લાલ લોહીથી રંગાયેલા હતા. એમણે ઝડપથી ફાનસ ઉઠાવ્યું અને દોડયા બહાર. દરવાજાની બહાર આવીને એમણે ફાનસ અદ્ધર કર્યું-અને અદ્ધર જોયું એ સાથે જ એમના હાથમાંથી ફાનસ નીચે પડી ગયું. એને ... વધુ વાંચો »

Apr 26, 2024
બેનરો, પોષ્ટરો લગાવી અવશ્ય મતદાન કરાવવા સંદેશ અપાયો લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ અન્વયે ૧ર જામનગર લોકસભા મતવિસ્તારમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર બી.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના મતદારો મતદાનની નૈતિક ફરજ અચૂક નિભાવી મહત્તમ મતદાન કરે તે માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જામજોધપુરની શ્રી સર્વોદય કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી અમૃતબેન વાલજીભાઈ દામજીભાઈ સવજાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત મતદાન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના દરેક મતદારો લોકશાહી મહાપર્વમાં સહભાગી બને અને પરિવાર સાથે અવશ્ય મતદાન કરી અન્ય લોકોને પણ મતદાન માટે પ્રેરિત કરવા વિદ્યાર્થીઓએ અનુરોધ ... વધુ વાંચો »

Apr 26, 2024
જામજોધપુર-લાલપુર તાલુકાના ગામડાઓમાં ડો. આંબેડકર જન્મજયંતી ઉજવવામાં આવી હતી. ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ લાલપુર તાલુકાના ટેભડા, જામજોધપુર તાલુકાના મોટા વડીયા, મોટી ગોપ, જામવાડીમાં હાજરી આપી ડો. આંબેડકરની છબીને ફૂલહાર કર્યા હતાં.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ  વધુ વાંચો »

અર્ક

  • જે વ્ય્કતિ સારૃં કામ કરે છે તે ક્યારેય આદરનો ભૂખ્યો નથી હોતો, તેનું કામકાજ તેને સન્માનને પાત્ર બનાવે છે.

વિક્લી ફિચર્સ

ફોટો સમાચાર

રાશિ પરથી ફળ

Aries (મેષ: અ-લ-ઈ)

તા. ૨૭-૦૪-ર૦૨૪, શનિવાર અને ચૈત્ર વદ-૩ : આપના કામમાં આવેલી રૃકાવટને આપની બુદ્ધિ-મહેનત-અનુભવથી દૂર કરી કામનો ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તા. ૨૭-૦૪-ર૦૨૪, શનિવાર અને ચૈત્ર વદ-૩ : આપના કાર્યને પૂર્ણ કરવા માટે દોડધામ-શ્રમ જણાય. સીઝનલ ધંધામાં ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તા. ૨૭-૦૪-ર૦૨૪, શનિવાર અને ચૈત્ર વદ-૩ : આપના કાર્યની સાથે સંસ્થાકીય કે જાહેર ક્ષેત્રના કામમાં વ્યસ્તતા ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

તા. ૨૭-૦૪-ર૦૨૪, શનિવાર અને ચૈત્ર વદ-૩ : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કીર લેવો. પારિવારિક ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તા. ૨૭-૦૪-ર૦૨૪, શનિવાર અને ચૈત્ર વદ-૩ : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યની ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તા. ૨૭-૦૪-ર૦૨૪, શનિવાર અને ચૈત્ર વદ-૩ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી વર્ગના કામકાજમાં વ્યસ્ત રહેવાનું ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

તા. ૨૭-૦૪-ર૦૨૪, શનિવાર અને ચૈત્ર વદ-૩ : આપના કાર્યમાં આકસ્મિક સરળતા મળી રહે. કામનો ઉકેલ આવતા ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તા. ૨૭-૦૪-ર૦૨૪, શનિવાર અને ચૈત્ર વદ-૩ : રાજકીય-સરકારી કામમાં, ખાતકીય કામમાં, કોર્ટ-કચેરીના કામમાં આપે સાવધાની રાખવી ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તા. ૨૭-૦૪-ર૦૨૪, શનિવાર અને ચૈત્ર વદ-૩ : આપના અગત્યના કામનો ઉકેલ લાવી શકો. જાહેર ક્ષેત્રના કામમાં ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તા. ૨૭-૦૪-ર૦૨૪, શનિવાર અને ચૈત્ર વદ-૩ : આપના કામમાં કુટુંબ-પરિવારનો સાથ-સહકાર જણાય. નાણાકીય રોકાણ-વ્યવહારના કામમાં સાનુકૂળતા ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

તા. ૨૭-૦૪-ર૦૨૪, શનિવાર અને ચૈત્ર વદ-૩ : સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુંનો સાથ-સહકાર મળી રહે. દેશ-પરદેશના કામમાં સાનુકૂળતા ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તા. ૨૭-૦૪-ર૦૨૪, શનિવાર અને ચૈત્ર વદ-૩ : આપ હરો-ફરો-કામકાજ કરો, પરંતુ આપના હ્ય્દય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે આત્મમંથન કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપની ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે વાદ-વિવાદ ટાળવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે કાર્યબોજ વધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે ખર્ચાળ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે ભાવનાત્મક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે મિલન-મુલાકાત કરાવનારું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન કોઈ નવી ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

તમારા માટે સ્વાસ્થ્ય સુધારતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન જુના રોગોમાંથી ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે સુખ-દુઃખ જેવી મિશ્ર પરિસ્થિતિનું નિર્માણ કરતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે આનંદદાયી સમય સાથે લાવનારૂં સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે ઉન્નતિકારક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે નવિન કાર્યરચના કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે મધ્યમ ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

MARKET

શબ્દવ્યુહ

crossword

હવામાન

Jamnagar, Gujarat, India

વિક્લી ફિચર્સ

Advertisement
close
Ank Bandh